Loading...
At KHABAR AMDAVAD, every story we tell is inspired by the people who believe in what we do. This page is a celebration of those voices & viewers, supporters, collaborators, and well-wishers who have shared their thoughts, experiences, and encouragement with us.
Your kind words fuel our journey and remind us why we started: to bring Gujarat’s heritage, culture, and everyday life to the forefront in pure, heartfelt Gujarati.
If KHABAR AMDAVAD or Shashikant Vaghela has touched your life, inspired your thoughts, or sparked your curiosity, you’re warmly invited to share your views. Whether it’s a message, a memory, or a moment - we’d love to hear from you.
Together, let’s keep the spirit of storytelling alive.

કુશળ પર્વતારોહક, નિસર્ગ વચ્ચે સતત પલોટાયેલો જણ, આબાદ તસવીરકાર, અદ્દલ રખડુ અને એટલો જ સજ્જ વાચક... શશિકાંત વાઘેલા એક વ્યક્તિમાં આટઆટલી વિશેષતાઓ ભરીને ઘૂમનારો આદમી છે. ઘટના હોય કે સ્થળ, નિરખવાની તેની આગવી દૃષ્ટિ છે. એ તસવીરકારની ઝીણવટથી તપાસે છે અને સજ્જ વાચકની ચોક્સાઈથી આપણી સમક્ષ મૂકે છે. એ જ્યારે વીડિયો ચેનલ આપે ત્યારે એમાં અવશ્ય નવતર હોવાની ગેરંટી, કારણ કે એ Tested Ok છે. ચેનલના માધ્યમથી એ નવા આયામો સર કરે અને આપણને ય વણખેડાયેલી ભોમ પર લઈ જાય એવી શુભકામનાઓ.
ધૈવત ત્રિવેદીવરિષ્ઠ કોલમીસ્ટ અને નવલકથાકાર
શશીકાંત વાઘેલાને 2010 આસપાસથી ઓળખું છું.હિમાલય ચડવાની વાત હોય કે નવા પ્રદેશો ખેડવાની.. એનો ઉત્સાહ ક્યારેય ઓછો નથી થયો. ખબર ન હતી કે વર્ષો પછી એ ઉત્સાહને ખબર અમદાવાદ નામની ચેનલમાં વાળીને ખબરનો ધોધ વહેતો રાખશે. ખબર અમદાવાદ જેવી વન મેન આર્મીથી ચાલતી ચેનલ ઘણી અનેકગણું ગુણવત્તાસભર કામ આપે છે, એનો આનંદ છે. શશીકાંતભાઈએ એ કરી દેખાડ્યુ છે, જે ઘણી સંસ્થાઓ કરી શકી નથી. ખબર અમદાવાદથી બેખબર રહેવુ હવે કોઈ અમદાવાદીને પોસાય એમ નથી.
લલિત ખંભાયતાવરિષ્ઠ પત્રકાર અને કોલમીસ્ટ.


ભાષા પર ગુજરાતી હોવાનો ગર્વ થાય એવી રજૂઆત. જુદા જુદા વિષયો પર સટિક છણાવટ કરી ચિત્રિકરણ. ઉપયોગી થાય તેવી વિગતવાર માહિતી. ગલગલીયા થાય એવી નહીં પરંતુ જ્ઞાન પિપાસા સંતોષાય એવું કાર્ય કરી હ્રદયમાં સ્થાન મેળવનાર મિત્ર શશિકાંત વાઘેલાને અનેકાનેક શુભેચ્છાઓ અને અભિનંદન.
રાજુ દવેસાહિત્યકાર અને સંવાદ લેખક, મુંબઈ
Shashikant Vaghela’s dedication to storytelling in pure Gujarati is unmatched. His journey from engineer to explorer reflects passion, simplicity, and purpose. Every video feels honest, respectful, and rooted in our heritage. There’s no noise - just real stories told with heart and clarity. I admire how he avoids politics and focuses on community and culture. KHABAR AMDAVAD is a gift to Gujarat and to anyone who loves authenticity. Proud to support a platform that preserves our identity so beautifully.
Rushi Pandyae-Branding Advisor, SEO-SMO Strategist, System Developer
